Feeds:
Posts
Comments

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત.
ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત………..

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,
અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન
છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!!!!!!!!!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.
મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે,
અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે………

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે……..

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે.
કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા…………….

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાન સંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું…..

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.
પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.
મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની
તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છ

Magical Diary

Magical Diary……..

Type anything in that book, it will reply.

Visit the link – Type whatever u like to on the book – it will reply.
Type on the right side where you can see the cursor.
Make sure you type the correct words and do not make spelling mistakes… too good!!!!
http://pandorabots.com/pandora/talk?botid=c96f911b3e35f9e1

-Nisarg Mehta

વિશ્વાસ

તુ આંખ ખોલ તને ઉજાસ મોકલુ,૧ યુગથી સાચવેલ પલ ખાસ મોક્લુ,ફુલોના રંગ તારી આસપાસ મોક્લુ,ક્યારેક જિન્દગીમા ગમ પડે ના,લાવ શબ્દોથી થોડો વિશ્વાસ મોકલુ,

મંદિર જેમ સુનુ લાગે દરવાજા વિના,
મહોબ્બતમા મજા ના આવે સજા વિના..
મલમની કોઈ કિંમત નથી ઈજા વિના,
હજી સુધી કોઈ જીવ્યુ નથી એક-બીજા વિના..

 

જીવનમા જિદગી બનીને આવીશ,દિલમા તમારી ધડકન બનીને આવીશ..
ભુલવાની મને ના કરશો ભુલ,ભુલની પલો મા પણ યાદ બનીને આવીશ..
આ નયનમા ના રાખજો નફરત ,નયનમા પણ હુ તસવીર બનીને આવીશ..
ભલે તમે રહો મારી આઁખો થી દુર ,મીલન માટે હુ જ સ્વપન બનીને આવીશ..
મને ભુલવાની કોશીશ ના કરશો ,ભુલવાની બધી કોશીશ વ્યથઁ જશે,
જ્યારે હુ આ દુનિયા છોડી દઈશ,ત્યારે તમારા  દિલમા રુદન બનીને આવીશ..

  તમને જોઇને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથી
તેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?

મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાને
તેને શ્રાવણનું નામ આપું તો કેવું?

તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડી
તેને જાગરણનું નામ આપું તો કેવું?

હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાં
તેને વમળનું નામ આપું તો કેવું?

સાન-ભાન ભુલાવું તમારા ઇશારે
તેને વશીકરણનું નામ આપું તો કેવું?

આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણી
તેને કૂંપળનું નામ આપું તો કેવું?

નજરથી નજર મળતાં શરમાય નજર
તેને પ્રણયનું નામ આપું તો કેવું?

… હવે તને જોવાનો કોઈ અથઁ નથી,મને સમજી શકે એવુ તારુ દિલ નથી,
તુ તરછોડયા કરે અને હુ તને ચાહયા કરુ ,એ વાત મને મઁજુર નથી,
આઁખો રડી , દિલ રડયુ ,હવે આસુ સારવાનો કોઈ અથઁ નથી,
ભલે હુ હારયો અને તુ  જીતી,પણ મારી  હાર જેવો દમ તારી જીત મા નથી,
તને પામી શકુ એવી કોઈ રેખા મારા હાથમા નથી,
નસીબદાર તુ નથી કેમ કે જો તુ મારી હોત તો દુનિયા તારી હોત……..

પ્રેમ

જયા નયન મા નફરત વસે છે એ નયન મા આસુ બનિ જશે,
ભુલવાનિ કોશિશ પન ન  કરશો બધિ જ પલો યાદ બનિ જશે,
પ્રેમ તો સાગર નિ જેમ વહે છે ,થુકરાવસો તો સુનામિ બનિ જશે……

દિલ ની વાત આંખો સમજી જાય છે,
સાથે જીવનના સપના સજી જાય છે,
ગૌણ બની જાય છે પૈસા ને રુપ જ્યારે,
પ્રેમના સપ્તરંગી પુષ્પો ખીલી જાય છે.

Follow

Get every new post delivered to your Inbox.